મંડપ હાયરર્સ ઈલેકટ્રીકલ એસોસિએશનની સ્થાપના અમદાવાદ મુકામે 1985 માં જૂજ સભ્યો દ્વારા કરવામાં આવેલી.
ત્યારબાદ ગુજરાતના વિવિધ સ્થળોએ અધિવેશનો દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ જીલ્લાઓ અને શહેરોના નાના મોટા મંડપનાં વ્યવસાયીઓને એક છત્ર નીચે લાવી, સમગ્ર ગુજરાતમાં એસોસિએશનનો વ્યાપ વધારવામાં આવ્યો.
વર્ષ 2016 માં એસોસિએશનનું વડોદરા મુકામે ચેરિટી કમિશનર કચેરીએ નોંધણી કરાવી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું . સભ્યો ઉમેરાતા ગયા અને 2016માં 2200 સભ્ય સંખ્યા થઈ.
ત્યાર બાદ 2019 માં એસોસિએશનનું સુકાન સૌ પ્રથમવાર નાના સેન્ટર હિંમતનગરના હાથમાં આવ્યું. 2019 માં મક્કમ નિર્ધાર અને કઈક કરી છૂટવાની ખેવના સાથે સભ્ય નોધણી જુંબેશ શરુ કરવામાં આવી. નવીન ટીમે શરૂઆત કર્યાની સાથેજ સમગ્ર દુનિયા કોરોનાની વૈશ્વિક મહામારીમાં સપડાયું, તેમ છતાં હિંમત હાર્યા વિના સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી સભ્ય સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધારે 9200 સુધી પહોંચાડવામાં સફળ રહ્યા. આ સફળતા મળતા નવીન ટીમનો આત્મવિશ્વાસ ખુબજ વધી ગયો.
સભ્યોના પરિવાર માટે સભ્યની હયાતી ના હોય ત્યારે તેનો પરિવાર બિચારો બાપડો ન રહે અને પગભર બની રહે તેવા શુભ આશયથી એક કલ્યાણકારી યોજના "પરિવાર સુરક્ષા કવચ" ના નામે શરૂ કરવામા આવી. જે ધીરે ધીરે એક વટવૃક્ષનો આકાર લઈ રહેલ છે અને પ્રથમ વર્ષ સફળતા પૂર્વક પૂરું કરી બીજા વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.
ભારતભરમાં આવેલ તમામ મંડપનાં એસોસીએશનો ની સરખામણીમાં ગુજરાત મંડપ એસોસીએશન ખુબ સક્રીય અને સબળ એવું એકમાત્ર એસોસીએશન તરીકે ભારતભરમાં નામના ધરાવે છે..
ગુજરાતનાં મંડપ વ્યવસાય સાથે જોડાએલ તમામ વહેપારીજનને આ એસોસીએશન માં જોડાઈને સંસ્થાને વધુ મજબુત કરવા આમંત્રણ છે..
જગદીશભાઈ પરમાર
રાજુભાઈ અમીન
ભીખાભાઈ જયસ્વાલ